Posts

Showing posts from April, 2009

કાંકરિયા કોના બાપનું? ? ?

Image
મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા પર ઉપકાર નથી કર્યો, એ તો એમની ફરજ છે. અને તેની પાછળ ખર્ચાયેલ નાણા પણ ગુજરાતની પ્રજાના તો છે. મુદ્દાની વાત એ છે કે ગુજરાત સરકારે કાંકરિયા તળાવની ફરતે સરસ રસ્તાઓ બનાવી દીધા, ફૂટપાથ નવી નકોર કરી દીધી, બાળકો માટે નાની ટ્રેન બનાવડાવી દીધી, બીજી ઘણી નાની નાની સુવિધાઓ કાંકરિયાની અંદર ગોઠવી દેવામાં આવી, અને ગુજરાત સરકારે ધમધોકાળ આતિશબાજી કરીને 'કાંકરિયા કાર્નિવલ'નું ઉદઘાટન કરવામાં આવ્યું... પણ આ ઝાહોજહાલીમાં લોકો એ તો ભૂલી જ ગયા કે કાંકરિયામાં સુખ સુવિધાઓની સાથે સાથે તેની ફરતે ઉંચી દિવાલ પણ ઉભી કરી દેવામાં આવી છે. એટલે કાંકરિયામાં પ્રવેશ કરવા માટે તમારે રૂપિયા દસની ટિકિટ લેવી પડશે. એટલે લૉ-ગાર્ડનમાં બેસવા માટે દસ રૂપિયા ખર્ચવા નથી પડતા. વસ્ત્રાપુર તળાવની ફરતે ફરવા માટે ટિકિટ લેવી નથી પડતી. પણ તેની જેમ જ સાર્વજનિક રમળિય સ્થળ એવા કાંકરિય