Posts

મોદીનું મીડિયા મેનેજમેન્ટ...

Image
મોદીનો મીડિયાઉપયોગ કે મીડિયાનો મોદીઉપયોગ તાજેતરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ને ત્યાં ઓચિંતા પહોંચી જવાની કવાયત શરૂ કરી છે. જોકે અત્યાર સુધી મોદી સાહેબનો રેકોર્ડ રહ્યો છે કે તેઓ ક્યાંય પણ પ્રોટોકોલ વગર જતા નથી. અને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળને પાંચથી લઈને પચિસ કિમીના દાયરામાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે! જોકે હાલમાં નરેન્દ્ર મોદીએ ઘણી બધી શાળાઓની મુલાકાત લીધી સાથે સાથે તેમણે બાળકોના શિક્ષક બની વર્ગો પણ લઈ નાખ્યાં. જોકે એ બાળકો તો ધન્ય જ થઈ ગયાને કે મુખ્યમંત્રીએ તેમને ભણાવ્યા. આ બાળકો મોટા થઈને કારકિર્દી ઉજાડશે કે ઉજાળશે તો પણ નરેન્દ્રમોદીના નામનો જશ તો ખાટવાના! જે સફળ થશે તે કહેશે- 'અમને નરેન્દ્ર મોદીએ ભણાવેલા!', અને જે સફળ નહી થાય તે પણ કહેશે કે(માથૂ કૂટીને)- 'હા અમને નરેન્દ્ર મોદીએ જ ભણાવેલા એટલે અમે અહીયા છીએ'. કેટલીક શાળાઓમાં તો એવી અફવાઓ પણ ઉડી કે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જોકે મોદીની આ ઝુંબેશથી શાળાઓને કેટલેક અંશે ફાયદો થયો હશે. શિક્ષકો વહેલા આવતા થયા હશે. સાફ-સફાઈ, અને મધ્યાહન ભોજન વગેરેમાં સાવચેતી રખાતી થઈ ગઈ હશે. જે સારી બાબત છે. પણ

ડરપોકોના રાજમાં મુંબઈના માથે મંડરાતું મોત

Image
મુંબઈમાં થયેલા 26/11ના ઘાતકી અને ક્રૂર આતંકવાદી હુમલાની આજે વરસી પૂરી થઈ છે. મુંબઈમાં ઘટેલ આ ગોઝારા દિવસને યાદ કરીએ તો આજે જરૂર આંખોમાં પાણી આવી જાય. આ ઘટમાં હોમાયેલા 164 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પવી રહી. ભૂતકાળમાં આવી લોહિયાળ આતંકી ઘટના દેશમાં ઘટી ગયા હોવા છતાં, મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને 14 સ્થળોને ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને એટીએસને મળેલ આ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 28 નવેમ્બરના રોજ મુંબઈના ખાસ 14 સ્થળોને ફૂંકી મારવામાં આવશે. આ સ્થળોમાં મંત્રાલય, વિધાનભવન, રાજભવન, મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન, સીએસટી, ચર્ચગેટ, દાદર, નરીમાન પોઈન્ટ, તાજ, ઓબેરોય, સેન્ટોર, ચોપાટી સહિત ૧૪ સ્થળનો ઉલ્લેખ કરાયો છે. 26/11નો આતંકવાદી હુમલો એ દેશના સૌથી લોહીયાળ અને ઘાતકી હુમલાના ઇતિહાસમાં મોખરે છે. તેમ છતાં દેશના નેતાઓએ કયા એવા પગલા ભર્યા જેનાથી દેશવાસીઓને એવો અહેસાસ થાય કે તેમનો નેતા તેમને સુરક્ષા આપવા માટે સક્ષમ છે. હજી થોડા સમય પહેલા જ ભારતીય લશ્કરના વડા દીપક કપૂરે એવી ટિપ્પણી કરી હતી કે દેશ પર હજી 26/11 જેવા આતંકવાદી હુમલા થાય તેવી ભીતિ છે, છતા દેશના સુરક્ષા તંત્રની

કાંકરિયા કોના બાપનું? ? ?

Image
મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા પર ઉપકાર નથી કર્યો, એ તો એમની ફરજ છે. અને તેની પાછળ ખર્ચાયેલ નાણા પણ ગુજરાતની પ્રજાના તો છે. મુદ્દાની વાત એ છે કે ગુજરાત સરકારે કાંકરિયા તળાવની ફરતે સરસ રસ્તાઓ બનાવી દીધા, ફૂટપાથ નવી નકોર કરી દીધી, બાળકો માટે નાની ટ્રેન બનાવડાવી દીધી, બીજી ઘણી નાની નાની સુવિધાઓ કાંકરિયાની અંદર ગોઠવી દેવામાં આવી, અને ગુજરાત સરકારે ધમધોકાળ આતિશબાજી કરીને 'કાંકરિયા કાર્નિવલ'નું ઉદઘાટન કરવામાં આવ્યું... પણ આ ઝાહોજહાલીમાં લોકો એ તો ભૂલી જ ગયા કે કાંકરિયામાં સુખ સુવિધાઓની સાથે સાથે તેની ફરતે ઉંચી દિવાલ પણ ઉભી કરી દેવામાં આવી છે. એટલે કાંકરિયામાં પ્રવેશ કરવા માટે તમારે રૂપિયા દસની ટિકિટ લેવી પડશે. એટલે લૉ-ગાર્ડનમાં બેસવા માટે દસ રૂપિયા ખર્ચવા નથી પડતા. વસ્ત્રાપુર તળાવની ફરતે ફરવા માટે ટિકિટ લેવી નથી પડતી. પણ તેની જેમ જ સાર્વજનિક રમળિય સ્થળ એવા કાંકરિય