મોદીનું મીડિયા મેનેજમેન્ટ...



મોદીનો મીડિયાઉપયોગ કે મીડિયાનો મોદીઉપયોગ

તાજેતરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ને ત્યાં ઓચિંતા પહોંચી જવાની કવાયત શરૂ કરી છે. જોકે અત્યાર સુધી મોદી સાહેબનો રેકોર્ડ રહ્યો છે કે તેઓ ક્યાંય પણ પ્રોટોકોલ વગર જતા નથી. અને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળને પાંચથી લઈને પચિસ કિમીના દાયરામાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે!

જોકે હાલમાં નરેન્દ્ર મોદીએ ઘણી બધી શાળાઓની મુલાકાત લીધી સાથે સાથે તેમણે બાળકોના શિક્ષક બની વર્ગો પણ લઈ નાખ્યાં. જોકે એ બાળકો તો ધન્ય જ થઈ ગયાને કે મુખ્યમંત્રીએ તેમને ભણાવ્યા. આ બાળકો મોટા થઈને કારકિર્દી ઉજાડશે કે ઉજાળશે તો પણ નરેન્દ્રમોદીના નામનો જશ તો ખાટવાના! જે સફળ થશે તે કહેશે- 'અમને નરેન્દ્ર મોદીએ ભણાવેલા!', અને જે સફળ નહી થાય તે પણ કહેશે કે(માથૂ કૂટીને)- 'હા અમને નરેન્દ્ર મોદીએ જ ભણાવેલા એટલે અમે અહીયા છીએ'. કેટલીક શાળાઓમાં તો એવી અફવાઓ પણ ઉડી કે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જોકે મોદીની આ ઝુંબેશથી શાળાઓને કેટલેક અંશે ફાયદો થયો હશે. શિક્ષકો વહેલા આવતા થયા હશે. સાફ-સફાઈ, અને મધ્યાહન ભોજન વગેરેમાં સાવચેતી રખાતી થઈ ગઈ હશે. જે સારી બાબત છે. પણ આપણે મૂળ વાત પર આવીએ.

શાળાઓ, કોલેજો અને રીવર ફ્રંટની અચાનક મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી છાપામાં જરૂર ચમક્યા છે. એટલે તેમણે ભલે અધિકારીઓને જાણ ન કરી હોય પરંતુ મીડિયાને જરૂર જાણ કરી છે કે 'હું આ સ્થળની મુલાકાત લેવાનો છું.' જેથી નરેન્દ્ર મોદી મીડિયામાં નવી અદાથી ચમક્યા. શાળા કોલેજની અચાનક મુલાકાત લેનાર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. મીડિયાએ પણ તેમને સારો એવો પ્રતિસાદ આપ્યો. અને તેમનું ફૂટેજ વધુમાં વધુ બતાવવામાં આવ્યું, અને છાપામાં તો આ સમાચાર ફ્રંટ પેજના હકદાર બન્યા. બીજા અર્થમાં કહીએ તો મીડિયાએ પણ મોદીનો ભરપૂર ઉપયોગ કર્યો.

જોકે આખી પરિસ્થિતિમાં મીડિયા અને નરેન્દ્ર મોદી બન્ને એકબીજાની પરસ્પર રહેલા છે. પણ કોણ કોનો ઉપયોગ કરી રહ્યું છે એ દેખીતું જ છે... પણ જો તમારી પાસે જૂદો મત હોય તો જરૂર જણાવો...

Comments

  1. बहुत बहुत शुक्रिया दोस्त। और गुजराती में तुमने ब्लॉग शुरू किया इसकी और भी ज्यादा खुशी है।

    ReplyDelete

Post a Comment