Posts

Showing posts from November, 2009

ડરપોકોના રાજમાં મુંબઈના માથે મંડરાતું મોત

Image
મુંબઈમાં થયેલા 26/11ના ઘાતકી અને ક્રૂર આતંકવાદી હુમલાની આજે વરસી પૂરી થઈ છે. મુંબઈમાં ઘટેલ આ ગોઝારા દિવસને યાદ કરીએ તો આજે જરૂર આંખોમાં પાણી આવી જાય. આ ઘટમાં હોમાયેલા 164 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પવી રહી. ભૂતકાળમાં આવી લોહિયાળ આતંકી ઘટના દેશમાં ઘટી ગયા હોવા છતાં, મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને 14 સ્થળોને ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને એટીએસને મળેલ આ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 28 નવેમ્બરના રોજ મુંબઈના ખાસ 14 સ્થળોને ફૂંકી મારવામાં આવશે. આ સ્થળોમાં મંત્રાલય, વિધાનભવન, રાજભવન, મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન, સીએસટી, ચર્ચગેટ, દાદર, નરીમાન પોઈન્ટ, તાજ, ઓબેરોય, સેન્ટોર, ચોપાટી સહિત ૧૪ સ્થળનો ઉલ્લેખ કરાયો છે. 26/11નો આતંકવાદી હુમલો એ દેશના સૌથી લોહીયાળ અને ઘાતકી હુમલાના ઇતિહાસમાં મોખરે છે. તેમ છતાં દેશના નેતાઓએ કયા એવા પગલા ભર્યા જેનાથી દેશવાસીઓને એવો અહેસાસ થાય કે તેમનો નેતા તેમને સુરક્ષા આપવા માટે સક્ષમ છે. હજી થોડા સમય પહેલા જ ભારતીય લશ્કરના વડા દીપક કપૂરે એવી ટિપ્પણી કરી હતી કે દેશ પર હજી 26/11 જેવા આતંકવાદી હુમલા થાય તેવી ભીતિ છે, છતા દેશના સુરક્ષા તંત્રની